શુ ચાલુ રહેશે : સીએ- વકીલ સહિતની પ્રોફેશનલ ઓફિસો, બીજા વર્ક કરતી તમામ ઓફિસો, સિરામિકની ઓફિસો, હાર્ડવેર, ગારમેન્ટ, આવશ્યક ચીજ વસ્તુઓનું દુકાનો, મોબાઇલ રીપેરીંગની દુકાનો, ઇલેક્ટ્રીશીયન, લુહાર- સુથારની દુકાનો, પંખા સહિતની ઇલેક્ટ્રોનિક આઇટમોની દુકાનો, એસી રીપેરીંગની દુકાનો શુ બંધ રહેશે : પાન- મસાલાની દુકાનો, ચાની દુકાન-લારી, ખાણી-પીણીની લારી-દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવતી દુકાનો, જિમ, આઈસ્ક્રીમ પાર્લર, સિનેમા, હેર સલૂન, સ્પા દુકાન ચાલુ કરવા પરવાનગી તેમજ સુધી આવવા- જવા માટે પાસની જરૂર રહેશે નહિ મોરબી : મોરબી જિલ્લા સહિતના રાજ્યભરમાં આવતીકાલથી દુકાનો શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. જો કે આ જાહેરાતથી હજુ પણ ઘણા લોકો કઈ દુકાનો શરૂ થવાની છે અને કઈ બંધ જ રહેવાની છે. તે બાબતે અવઢવ અનુભવી રહ્યા હતા. જેથી ' મોરબી અપડેટ' દ્વારા મોરબી જિલ્લા અધિક કલેકટર સાથે ખાસ વાતચીત કરીને તેઓ પાસેથી આવતીકાલથી શુ શુ શરૂ થઈ શકશે તે અંગેની વિગતો મેળવવામાં આવી હતી. મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે આવતીકાલથી મોરબી જિલ્લામાં સીએ- વકીલ સહિતની પ્રોફેશનલ ઓફિસો, બીજા વર્ક કરતી તમામ ઓફિસો, સિરામિકની ઓફિસો, હાર્ડવેર, ગારમેન્ટ, આવશ્યક ચીજ વસ્તુઓનું દુકાનો, મોબાઇલ રીપેરીંગની દુકાનો,લુહાર- સુથારની દુકાનો, ઇલેક્ટ્રીશીયન, પંખા સહિતની ઇલેક્ટ્રોનિક આઇટમોની દુકાનો, એસી રીપેરીંગની દુકાનો ખુલી રહી શકશે. જ્યારે પાન- મસાલાની દુકાનો, ચાની દુકાન-લારી, ખાણી-પીણીની લારી-દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવતી દુકાનો, જિમ, આઈસ્ક્રીમ પાર્લર, સિનેમા, હેર સલૂન, સ્પા ખુલી શકશે નહી. વધુમાં તેઓએ જણાવ્યું કે જે દુકાનો ખુલી શકે છે. તે દુકાનની પરવાનગી મેળવાની જરૂર રહેશે નહિ. તેના માલિકને કે કર્મચારીને દુકાન સુધી આવવા જવા પાસની પણ જરૂર રહેશે નહીં. જે દુકાનો કે ઓફિસો ખુલે છે તેઓએ 50 ટકા સ્ટાફથી જ કામ ચલાવવાનું રહેશે.અને સેનેટાઇઝેશ અને માસ્ક પહેરવા સહિતના તકેદારીના પૂરતા પગલાં ફરજીયાતપણે લેવાના રહેશે. હાલ દુકાનો માટે સમય નિયત કરવાની વિચારણા ચાલી રહી છે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો ખોલી નહિ શકાય : સુપર માર્કેટમાં રહેશે બંધ અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું કે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં દુકાનો- ઓફિસો બાજુમાં બાજુમાં આવેલી હોય ત્યાં કોઈ દુકાનો ખોલવા દેવામાં નહિ આવે. વધુમાં સુપર માર્કેટમાં પણ દુકાન ખોલી શકાશે નહીં. લાતી પ્લોટના ઉદ્યોગો શરૂ થઈ શકશે અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું કે લાતી પ્લોટમાં દુકાનો અને ઉદ્યોગો શરૂ થઈ શકશે. આ માટે કારીગરો વચ્ચે 3 ફૂટનું અંતર રાખીને સોશિયલ ડિસ્ટન્સની શરતનું પાલન કરાવવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે આ જાહેરાતથી ક્લોક ઉદ્યોગ આવતીકાલથી શરૂ થઈ શકશે.