પ્રથમ દિવસે ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા : જીરુના અને એરંડાના ૫૦-૫૦ વાહનો બોલાવવામાં આવ્યા હળવદ : કોરોનાના વાયરસને પગલે હળવદ માર્કેટ યાર્ડને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ ગત ૧૮ એપ્રિલના રોજ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જુદા-જુદા બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા હતા. જેથી, રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોને આજરોજ જીરુ અને એરંડા લઈને બોલાવવામાં આવ્યા હતા. એ પણ તમામ નીતિનિયમોને જાળવી સોશ્યલ ડિસ્ટન્સ ખાસ કરીને જળવાઈ રહે તે હેતુ સાથે ૫૦ જીરું અને ૫૦ એરંડાના વાહનોને બોલાવવામાં આવ્યા હતા. આ અંગે મહેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે હાલ માર્કેટયાર્ડમાં લિમિટેડમાં ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. જેથી સામાજિક અંતર જળવાય રહે. તેમજ માર્કેટ યાર્ડ શરૂ થતાં ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે.