મોરબી : અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ શિરોહીયા દ્વારા બેંકમાં ખાતુ ના હોય કે પોસ્ટમાં ખાતુ ના હોય, તેને રોકડ સહાય સરકાર દ્વારા એક હજાર રૂપિયા આપવામાં આવે છે. તેમાં સુધારો કરીને કુટુંબના કોઈપણ સભ્યનું બેંકમાં કે પોસ્ટમાં ખાતું હોય તેમાં ચૂકવવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે કોરોના વાયરસની વ્યાપક ગંભીર પરીસ્થિતીમાં સમગ્ર દેશમાં હાલમાં લોકડાઉનની પરિસ્થિતી વચ્ચે સરકાર દ્વારા રૂ. 1000 રોકડ સહાય કે જે બેંકમાં જમા કરવામાં આવે છે પરંતુ ધણા બધા પરીવારો પાસે બેંકમાં ખાતું નથી અને પોસ્ટ ઓફીસમાં છે અથવા જે તે કુટુંબના સભ્યનું ખાતું હોય તો તેના ખાતામાં જમા કરવા અથવા 0 બેલેન્સથી ખાતું ખોલવા માટે તમામ બેન્કના જન૨લ મેનેજરોને સુચના આપવામાં આવે. કારણ કે ઘણા ગરીબ મજુર મધ્યમવર્ગના લોકોના બેંકમાં એકાઉન્ટ નથી. અમુક લોકોના પોસ્ટમાં ખાતા છે. તો જે લોકોના અર્થમાં જરૂરિયાતવાળા લોકો જ લાભથી વંચિત ન રહી જાય તેવી અપીલ કરાઈ છે. તેમજ બેંકમાં કે પોસ્ટમાં ખાતુ નથી તેવા લોકોને રેશનકાર્ડમાં બેન્કનો સિક્કો અથવા મામલતદારનો સિક્કો મારી રોકડ સહાય આપવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.