અગાઉ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ હોવાથી કલેકટરની સૂચનાને પગલે નગરપાલિકાએ મિઝોરમ જેવી સામાજિક અંતરની વ્યવસ્થા ગોઠવી મોરબી : મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડની આગળ મહેન્દ્રનગર રોડ ઉપર ગોપાલ સોસાયટીના નાકે વર્ષોથી શાક માર્કેટ ભરાઈ છે. આ શાક માર્કેટમાં લોકોની ભીડ ઉમટી પડે છે અને સામાજિક અંતર જળવાતું નથી તેવી ફરિયાદ ઉઠી હતી. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. આથી, કલેકટરે આ શાક માર્કેટમાં યોગ્ય સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવા નગરપાલિકા તંત્રને સૂચના આપી હતી. ગોપાલ સોસાયટીના નાકા પાસે ભરાતી શાક માર્કેટમાં કલેકટરની સૂચનાને પગલે નગરપાલિકા તંત્રએ અહીંયા યોગ્ય રીતે સામાજિક અંતર જળવાઈ તેવી વ્યવસ્થા કરી હતી. જોકે મિઝોરમમાં સામાજિક અંતરની સુંદર વ્યવસ્થા અંગેના ફોટો વાયરલ થયા હતા. જેમાં એક ફૂટ જેવું અંતર જળવાઈ તે માટે શાક માર્કેટમાં ખાસ લોકો માટે અલગ અલગ ગોળ કુંડાળા કર્યા હતા. મિઝોરમના આ મોડેલને નગરપાલિકા તંત્રએ આપવાનીને ગોપાલ સોસાયટી પાસેની શાક માર્કેટમાં પણ મિઝોરમ જેવી સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ખાસ ડ્રોઇંગ કરીને તેમાં શાકભાજીના થડાવાળા અને એની સામે એક ફૂટ દૂર લોકો ઉભા રહે અલગ અલગ અંતરે ગોળ કુંડાળા કર્યા છે અને શાકભાજીના વિતરકો અને લોકો આ રીતે સામાજિક અંતર રાખીને શાકભાજી ખરીદે છે. આજે સવારથી મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિતના સ્ટાફે અહીંયા સુંદર રીતે સામાજિક વ્યવસ્થા ગોઠવી હતી. જે ખરેખર સરાહનીય છે અને શહેરની દરેક નાની મોટી શાક માર્કેટમાં મિઝોરમના મોડેલનું અનુસરણ થાય તે જરૂરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/