મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામેની જંગમાં કોરોનાને માત આપવા માટે સરકારના રાહત ફંડમાં આર્થિક યોગદાન આપવાની દેશવાસીઓને હાકલ કરવામાં આવી હતી. આ હાકલને ઝીલીને દેશના સામાન્ય માનવીથી માંડીને અનેક સેલેબ્રિટીઓ અને સેવાભાવી સંસ્થાઓ દાન કરવા આગળ આવી છે. ત્યારે મોરબીની પ્રવીણ ટાઈલ્સના માલિક પ્રવીણભાઈએ સીએમ રિલીફ ફંડ અને પીએમ કેર્સ ફંડ, બંનેમાં રૂ. 1,25,000 મળી કુલ 2,50,000નું અનુદાન કરવામાં આવ્યું છે. જે માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને રૂબરૂ મળી ચેક અર્પણ કર્યો છે. આમ, પ્રવિણભાઈએ કોરોના સામેની લડતમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે.