મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાનો એક માત્ર પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જો કે સેમ્પલ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ દરમિયાન 7 માસ અને એક વર્ષના બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 111 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં એક પોઝીટીવ તેમજ 110 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. આ દરમિયાન આજે મોરબીના ત્રાજપર ગામના 7 વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આજ ગામના 1 વર્ષના બાળકમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને શહેરની ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ બન્નેના સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.