મોરબી : હાલમાં દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મોરબીમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ છે. જે ઉમા ટાઉનશીપના રહેવાસીનો કેસ છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે મોરબીના ઉમા ટાઉનશીપમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દરેક સ્થળોમાં સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીનો એકમાત્ર કોરોનાનો કેસ જે વિસ્તારમાંથી છે તે ઉમા ટાઉનશીપમાં ભૂગર્ભ ગટરનું પાણી છલકાઈને બહાર રસ્તા પર આવી ગયું છે. જેના લીધે તે વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સમસ્યાનો કાયમી નિકાલ આવતો નથી. તેથી, ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.