વહીવટી તંત્રને કુલ 3131અરજીઓ મળી, સિટી એરિયાની 885 રિજેક્ટ કરી બાકી તમામ અરજીઓ મંજુર મોરબી :.મોરબી જિલ્લામાં સિરામિક અને સેનેટરીના 1231 મળી કુલ 2246 ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. જો કે વહીવટી તંત્રને કુલ 3131 અરજીઓ મળી હતી. પરંતુ તેમાં 885 અરજીઓ શહેરી વિસ્તારના ઉદ્યોગ માટે હોય તમામને રિજેક્ટ કરવામાં આવી છે. બાકીની તમામ અરજીઓ મંજુર કરી દેવામાં આવી છે. લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ મોરબી જિલ્લા વહીવટી તંત્રને અત્યાર સુધીમાં કુલ 3131 ઉદ્યોગોની અરજીઓ મળી છે જેમાંથી 885 અરજીઓ શહેરી વિસ્તારમાંથી આવતા તે તમાંમ રદ કરી દેવાય છે. જ્યારે બાકીની 1231 સિરામિક સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર્સના, 106 ઓઇલ મિલ અને મિનરલના, 142 ઇલેક્ટ્રિકલના, 89 કન્સ્ટ્રક્શનના અને અન્ય 678 અન્ય યુનિટ મળી કુલ 2246 યુનિટો શરૂ કરવાની અરજી મંજુર કરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. તેમાં મોરબી તાલુકાના 1713, ટંકારા તાલુકાના 241, માળિયા તાલુકાના 30, હળવદ તાલુકાના 31 અને વાંકાનેર તાલુકાના 231ઉદ્યોગોનો સમાવેશ થાય છે.