કેન્દ્ર સરકાર દ્વારા મોડીરાત્રે અમુક દુકાનો સીટીમાં ખોલી શકાશેના હુકમ અંગે ગુજરાત સરકાર અંગે સત્તાવાર નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી દુકાનો ન ખોલવી તેવી કલેકટર અને એસપીએ સૂચના આપી મોરબી : કેન્દ્ર સરકારે ગતમોડી રાત્રે એવો હુકમ જારી કર્યો હતો કે, લોકડાઉનમાં બિનજરૂરી ચીજવસ્તુઓની અમુક દુકાનો સીટીમાં 50 ટકા સ્ટાફ સાથે ખોલી શકાશે. કેન્દ્ર સરકારના હુકમને પગલે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો ગુજરાત સરકાર જ્યાં સુધી સત્તાવાર નિર્ણય જાહેર ના કરે ત્યાં સુધી કોઇપણ પ્રકારની શરતો જાણ્યા વગર કોઈએ દુકાનો ખોલવી નહિ. કલેકટર જ્યાં સુધી આ અંગે જાહેરનામુ બહાર ન પાડે ત્યાં સુધી દુકાનો ખોલવાની ઉતાવળ ન કરવી. મોરબી જિલ્લામાં હાલ લોકડાઉન -2 માં આવશ્યક સેવા સિવાયની તમામ બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો બંધ છે. તે દરમિયાન ગત મોડી રાત્રે કેન્દ્ર સરકારે બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાનો હુકમ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે અમુક દુકાનો સીટીમાં 50 ટકા સ્ટાફ સાથે ખોલી શકાશે તેવો હુકમ આપ્યો છે. કેન્દ્ર સરકારના આ હુકમ અંગે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ અને જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ એક સૂચના જાહેર કરી છે કે, આ કેન્દ્ર સરકારનું જે જાહેરનામું આવ્યું છે તે બાબતમાં હવે ગુજરાત સરકાર સતાવાર નિર્ણય જાહેર કરશે. એટલે કોઈપણ પ્રકારની શરતો જાણ્યા વગર કોઈએ પણ દુકાનો ખોલવી નહિ. આ અંગે સ્થાનિક કલેકટરના જાહેરનામાની રાહ જોવી અને કલેકટરનું જાહેરનામું ન આવે ત્યાં સુધી દુકાનો ખોલવાની ઉતાવળ કરવી નહીં. તેમ છતાં પણ દુકાનો ખોલશે દંડનીય કાર્યવાહી થશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/