મોરબી : હાલ કોરોના જેવી મહામારીના સમયમાં પણ પાટીદારધામના અને કર્મચારી મોરબી જિલ્લાના વોટ્સએપ ગ્રુપમાં ઈમરજન્સી સમયમાં બ્લડની જરૂરિયાત હોય તેવો એક મેસેજ મુકવામાં આવ્યો હતો. જે વાંચીને તાત્કાલિક પાટીદારધામના ટ્રસ્ટી નિલેશભાઈ ચીખલીયા (લોરેક્સ સિરામિક) અને શિક્ષક મુકેશભાઈ મારવાણીયા દ્વારા સંસ્કાર બ્લડ બેન્કમાં બ્લડ ડોનેટ કરી માનવતાની મહેક મહેકાવેલી છે. તે બદલ બ્લડ મેળવનારે તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને પાટીદારધામે પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ છે.