મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા સી.સી.ટી.વી. સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરી અવાર-નવાર અવર-જવર કરતા એક્ટીવાચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેશો નોંધાયેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકોની બીનજરૂરી અવર-જવર અટકાવવા દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મોરબી સફર સીટી પ્રોજેક્ટ દ્વારા સમગ્ર મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ANPR કેમેરા, FIX કેમેરા તેમજ PTZ કેમેરાઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત મોનીટરીગ કરવામાં આવે છે. અને લોકડાઉન દરમ્યાન બિનજરૂરી અવરજવર કરતા લોકો, વાહન ચાલકો ઉપર સતત નજર રાખવામાં આવે છે. આ દરમ્યાન ગઈકાલે એક એક્ટીવાચાલક અવારનવાર અવરજવર કરી લોકડાઉનના દીશાનિર્દેશોનું ઉલંધન કરતો સવારના 8 થી 12 વાગ્યા દરમ્યાન 40 વખત અલગ-અલગ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ જતા સી.સી.ટી.વી. કેમેરા દ્વારા એક્ટીવા નંબર GJ-36-N-3146 મેળવી ઇ-ગુજકોપ ડેટાબેઝ દ્વારા વાહન માલીકનું સરનામુ મેળવવામાં આવ્યું હતું. એક્ટિવાચાલક ગીરીશભાઇ દિનેશભાઇ પલાણ (રહે. મોરબી રેલ્વે કોલોની, શેરી ૩) વાળો હોવાનું જણાતા સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/