બે માસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને જાળવવા ફરી ખાખી વરદી આપતા એસપી મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લાદેલ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસ રાત દિવસ લોકો માટે ફરજ અદા કરી રહી છે ત્યારે મોરબી જીલ્લાના 4 એએસઆઈ જે વય મર્યાદા પુરી થતા નિવૃત્ત થયા હતા. તેઓને આજે એસ.પી. ડો. કરનરાજ વાધેલાએ બે માસ માટે વરદી પહેરી ફરજ અદા કરવાનો ઓડર કર્યો છે. જેમા મુકુદરાય પ્રેમશંકર જોષીને મોરબી તાલુકા પોલીસ મથકે, કરશનભાઈ રાજાભાઈ મકવાણા અને ચંદુલાલ વુજલાલ વાધેલાને એ ડિવિઝન ખાતે તો રાજાભાઈ ગોવિંદભાઈ વાધેલાને બિ ડીવીઝન ખાતે ફરી ફરજ પર હાજર રહેવા ઓડર કર્યા છે આ ઓર્ડર બે માસ માટે અને જરૂરી જણાય તો વધુ એક મહીના માટેના કરવામા આવ્યા છે. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા મુકુંદરાય જોષી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જીલ્લા પોલીસ વડા અને પોલીસ ટીમ તેના પરીવારની પરવા કર્યા વગર જ્યારે મોરબી જીલ્લામા આ મહામારીને મ્હાત આપવા જંગ લડી રહી છે ત્યારે મને ફરી ખાખીની ખુમારી સાથે દેશ સેવાનો મોકો મળ્યો છે ત્યારે હોશે હોશે ફરજ પર હાજર થવાની હામી ભરી હોવાનું જણાવ્યુ હતુ.