મોરબી : ગઈકાલે તા. 23ના રોજ બપોરના સમયમાં મોરબી તાલુકા પોલીસ ટીમે જુના રંગપર ગામમાં ગેલમાંના મંદિર નજીક રેઇડ પાડી હતી. ત્યારે જાહેરમાં રોકડ રકમ રૂ. 6,550 સાથે જુગાર રમતા ઇશ્ર્વરભાઇ અરજણભાઇ કગથરા (ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.રંગપર પ્લોટ વિસ્તાર), કાંતિલાલ ત્રિભુવનભાઇ ગૌસ્વામી (ઉવ.૫૦, ધંધો.મજુરી, રહે.રંગપર જુના ગામમાં), માધુભાઇ વશરામભાઇ કગથરા (ઉ.વ.૩૦, ધંધો.પ્રા.નોકરી, રહે. રંગપર પ્લોટ વિસ્તાર) તથા જસમતભાઇ ધરમશીભાઇ કગથરા (ઉવ.૫૧, ધંધો.મજુરી, રહે. રંગપર મફતિયાપરા વિસ્તાર)ને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરવામાં આવી હતી.