મોરબી : મોરબી મારુતિ રેક્ઝીન ઈપોઇન્ટ વાળા રવિભાઈ કંસારા કે જેઓ સ્વચ્છતા અભિયાન સમિતિ - મોરબી સાથે જોડાયેલ છે. તેમણે ઘરના તમામ સભ્યોના સહયોગથી ઘરે બેઠા જ ઘરમાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરી એક વોલ આર્ટ તૈયાર કરેલ છે. અને કંસારા મનહરલાલ લક્ષ્મીચંદભાઈ દંગી પરિવારના તમામ સભ્યો આ વોલ આર્ટ દ્વારા 'CORONA WARRIORS, DOCTORS, MEDICAL STAFF, POLICE, SOLDIERS, CLEANING STAFF, NARENDRA MODISIR'નો આભાર વ્યક્ત કરેલ છે અને તેઓને વંદન કરેલ છે. વધુમાં, જાનવીબેન દંગી જણાવે છે કે તેમણે આ વોલ આર્ટ માટે આર્ટીફીસીયલ ગ્રાસ, રેકઝીન, પૂઠાના બોક્સની પટ્ટી અને સેલોટેપનો ઉપયોગ કરેલ છે. અને પતિ રવિભાઈને રેકઝીન અને આર્ટીફીસીયલ ગ્રાસનો વેપાર હોવાથી વસ્તુ ઘરમાં જ હાજર હોવાથી આ શક્ય બન્યું છે.