ટંકારા : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજકોટની આર.ડી.સી. બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાને ખેડુતોને પાક ધિરાણ જેમ છે તેમજ ફેરવી આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવેલ છે કે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે હંમેશા વિકટ પરિસ્થિતિમાં આર.ડી.સી. બેંક ખેડુતોની સાથે રહી છે ત્યારે આવા કપરા સમયમાં લોકડાઉન ભંગ ન થાય માટે ખેડૂતોને પાકધિરાણ ફેરવવાનો સમય ચાલી રહ્યો હોવાથી તેમાં બે માસનો વધારો પણ કરવામાં આવ્યો છે. જે આવકાર્ય છે. પણ પાક ધિરાણ ભરવા માટે ખેડુતોને માલ વેચવા માર્કેટીંગ યાર્ડમાં જવું પડે નહીં તેમજ તૈયાર પાક સસ્તામાં વેચવા ખેડુતોને મજબુર પણ ન થવું પડે તેમજ હાલ લોકડાઉનનું પાલન બેંકોમા, માર્કેટીંગ યાર્ડોમાં અને સેવા સહકારી મંડળીઓમાં થાય માટે ખેડુતોને ભીડમાં આવવાની જરૂર ન પડે તે માટે ખેડૂતોને પાકધિરાણ જેમ છે તેમજ ફેરવી આપવા અપીલ કરાઈ છે.