પર્વતને પણ પથ્થર થઈ રેલાવું પડશે, આ કોરાનારૂપી આફત ભલેને હોય, વજ્ર સમ તેને પણ કાબુમાં આવવું પડશે. મોરબી : કોરોના COVID-19 ના ગંભીર સંક્રમણમાં સમગ્ર દેશવાસીઓને જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૪ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ઉદ્બબોધન કર્યું ત્યારે લોકડાઉનમાં લોકોને ૭ બાબતોમાં સાથ આપવા જણાવ્યુ હતું. જેમાની એક બાબત હતી ઘરે બનાવેલ માસ્કનો ઉપયોગ કરવો. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં N95, ત્રિપલ લેયર અને સાદા માસ્કની વિશેષ જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સંક્રમણથી બચવા બહાર જતી વખતે ઘરે બનાવેલ માસ્ક ઘણા ઉપયોગી થઈ શકે છે. પરંતુ લોકડાઉનના આ સમયમાં દરેક વ્યક્તિ પાસે એવી આવડત કે કોઠાસુઝ હોતી નથી કે ઘરે માસ્ક બનાવીને પહેરે. જોકે મોરબી જિલ્લાની કેટલીયે માતા યશોદાઓએ THR (ટેક ટુ હોમ રાશન), હાઉસ ટુ હાઉસ સર્વે રમતગમત ભાગ ૧-૨, પોર્ટફોલિયો વિતરણની કઠિન કામગીરી સાથે આ દેશસેવાનું ભગીરથ કરી ઉપાડયું છે. મોરબી ઘટક-૨ના ઘુટું સેજાના નીચી માંડલમાં ૧૧ વર્ષ થી ફરજ બજાવતા હર્ષાબેન નરશીભાઇ વસીયાણીએ આંગણવાડીના કામકાજ ઉપરાંત પોતાના ગામના લોકોને જાતે માસ્ક બનાવી વિતરણ કરેલ છે. ભરતનગર સેજાના અમરનગરમાં દોઢ વર્ષથી ફરજ બજાવતા પરેચા આશાબેન રમેશભાઈ એ ૩ થી ૬ વર્ષના પોતાના વિસ્તારના બાળકોને માસ્ક બનાવી વિતરણ કરેલ છે અને ‘બીજાના ભલામાં આપણું ભલું'એ વાક્યને સાર્થક કરેલ છે. ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે' આ ઉક્તિને સાર્થક કરતી કામગીરી કરેલ છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેસડા(સુ) આંગણવાડી કેન્દ્રના કાર્યકર કોમલબેન મોહનભાઇ વોરાએ ધોરણ ૧૨ પાસ આ આંગણવાડી કાર્યકર પોતે તો માસ્ક બનાવે જ છે સાથે સાથે પોતાની આસપાસ રહેતી કિશોરીઓને પણ માસ્ક બનાવવા માટે પ્રેરિત કરે છે અને બધા એ સાથે મળી અત્યાર સુધીમાં ૭૦૦૦ થી ૮૦૦૦ જેટલા માસ્ક બનાવી વિતરણ કરેલ છે. ખરેખર, આફત ને અવસર માં ફેરવનાર આ માતા યશોદાઓ જ દેશના ઉજ્જવળ ભવિષ્યની સાબિતી આપે છે તેમાં કોઈ શંકા નથી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/