મોરબી : મોરબી જીલ્લાના દરેક તાલુકાઓમાંથી તલાટી કમ મંત્રીઓ દ્વારા કોરોનાની મહામારીને પહોંચી વળવાના હેતુથી સી.એમ. રાહત ફંડમાં રૂ. 1,75,188/- નું યોગદાન આપવામાં આવેલ છે. આમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાંથી રૂ. 55,082/-, હળવદ તાલુકામાંથી રૂ. 49,206/-, માળિયા તાલુકામાંથી 18,594/-, વાંકાનેર તાલુકામાંથી રૂ. 32,982/- તથા ટંકારા તાલુકામાંથી રૂ. 19,324/- નું યોગદાન ઉપર મૂજબનાં તમામ તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા તેમના એક દિવસના પગાર પેટેનાં એકત્રિત કરેલ છે. આ રકમનો ચેક મોરબી જીલ્લાના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઈ બોરસાણીયા, ઉપપ્રમુખ રવિભાઈ હુમલ, મહામંત્રી ભાવેશભાઈ કાસુન્દ્રા તથા મનીષભાઈ ભોરણીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણાને ચેક અર્પણ કરેલ છે અને આ કોરોના મહામારી સામેના યુદ્ધમાં સહભાગી બનેલ છે.