હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 51 હજારનો ચેક અર્પણ કરાયો હળવદ : હાલ ગુજરાતમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પોતાની બનતી તમામ વ્યવસ્થાઓ ઉભી કરી છે. કેન્દ્ર સરકારથી માંડી દરેક રાજ્યોની સરકારે ફંડ ભેગું કરવા માટે લોકોને અપીલ કરી છે. તેથી, ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં ધનરાશી જમા કરવા માટે દેશના ધનિક વર્ગથી માંડીને સામાન્ય વર્ગના લોકો પણ આગળ આવીને પોતાનાથી બનતું આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ સુપર ગામ નજીકની એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિમિટેડના કર્મચારીઓ દ્વારા કોરોના સામેની લડતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧,૧૧,૧૧૧ રૂપિયા આપ્યા છે. જોકે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિમિટેડ દ્વારા અગાઉ પણ અનેક ગરીબ પરિવારોને રાશનની કીટ આપી હતી. જ્યારે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ૫૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમા ગજેન્દ્રભાઈ મોરડીયા, ચતુરભાઈ પાટડીયા સહિતનાઓ દ્વારા આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહને ચેક આપી માનવતા સાથે રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા. આમ, કોરોનાની લડત માટે અવિરતપણે અનુદાનની સરવાણી વહી રહી છે અને કોરોનાને હરાવવા આખો દેશ હિંમતભેર સામનો કરી રહ્યો છે.