યુવાનના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા : કુલ ચાર રિપોર્ટ પેન્ડિગ મોરબી : મોરબીમાં વધુ એક યુવાનને ગત મોડી રાત્રે યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાનના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે. આ સાથે કુલ ચાર કેસના રિપોર્ટ પેન્ડિગ છે. જે આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે. મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા 28 વર્ષના યુવાનને ગત મોડી રાત્રે યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને તુરત મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ યુવાનના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલાયા છે. જોકે ગઈકાલ બુધવારે ત્રણ કેસના રીપોર્ટ પેન્ડિગ હતા. તેથી, આ યુવાન સહિત હવે કુલ ચાર કેસના રિપોર્ટ પેન્ડિગ થયા છે. આ ચારેય કેસના રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/