અત્યાર સુધીમાં સીરામીક ,ઓઇલ મિલ ,મિનરલ ,ઇલેટ્રીકલ્સ , કન્ટ્રકશન સહિતના 1469 એકમોને પરમિશન અપાઈ મોરબી : બીજા લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાના સરકારના નિર્ણયને પગલે 20 એપ્રિલથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાની ઓનલાઈન મજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.જેમાં મોરબીના ગ્રામીણ વિસ્તારોમાં સીરામીક ઉધોગના 826 યુનિટોને શરતોને આધીન મંજૂરી અપાઈ છે.પણ સીરામીક ઉધોગને ભલે મંજૂરી મળી હોય પણ હાલ મેઇન્ટન્સ કામ જ ચાલશે.આ રીતે અત્યાર સુધીમાં સીરામીક ,ઓઇલ મિલ , ઇલેટ્રીકલ્સ , કન્ટ્રકશન સહિતના 1469 એકમોને પરમિશન અપાઈ છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 એપ્રિલથી અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ઉધોગોને ચાલુ કરવાની આપેલી ઓનલાઈન મંજુરીની તાલુકા વાઇઝ વિગતો જોઈએ તો મોરબી તાલુકામાં 1128 ઉધોગો ,ટંકારા તાલુકામાં 169 ઉધોગો , માળીયા તાલુકામાં 17 ઉધોગો ,હળવદ તાલુકામાં 24 ઉધોગો , વાંકાનેર તાલુકામાં 158 ઉધોગોને ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે.જ્યારે ઉદ્યોગ વાઇઝ જોઈએ તો સીરામીક ઉધોગના 826 યુનિટો, ઓઇલ મિલ અને મિનરલના 74 યુનિટો ,ઇલેટ્રીકલ્સના 51 યુનિટો અને કન્ટ્રકશનના 53 યુનિટો તેમજ અન્ય ઉધોગના 492 યુનિટોને મંજુરી આપવામાં આવી છે.આ રીતે લોકડાઉનના પાલન માટે ઉધોગોમાં મંજૂરીની યોગ્ય વ્યવસ્થા ,સામાજિક અંતર , સેનેટાઈઝર સહિતની તમામ શરતોને આંધીન કુલ 1496 ઉધોગોને મંજૂરી આપવામાં આવી છે અને હજુ ઉધોગો માટે ઓનલાઈન મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,સીરામીકના યુનિટોને ભલે મજૂરી મળી હોય પણ હાલ આ સીરામીક ઉધોગ ચાલુ નહિ થાય અને હાલ તો સીરામીક યુનિટોમાં માત્ર મેઇન્ટન્સ કામ ચાલશે ,અને 10 દિવસ જેવો મેઇન્ટન્સ કામમાં સમય લાગશે.બીજીતરફ સીરામીક ઉધોગે મજૂરોની અગવડતા અને લોકડાઉન પાસ ઇસ્યુ કરવા સહિતની બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.