મોરબી : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બિમારી કહેર વર્તાવી રહેલ છે કે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલ ભારત સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત લોકડાઉન જાહેર કરેલ છે. જે અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર દ્વારા જીલ્લાની તમામ ન્યાયાલયો અરજન્ટ કામગિરિ માટે ખુલ્લી છે. ત્યારે મોરબી જીલ્લામાં પ્રેક્ટીસ કરતા વકીલોને ન્યાયાલય ખાતે આવવા-જવા માટે તેમજ અગત્યના જજમેન્ટસ કાઢવા તેમજ જામીન અરજી ટાઇપ કરવાની હોવાથી દરેક વકીલોને ઓફીસે આવવા-જવા દેવાની પરમીશન આપવા આદેશ આપવા મોરબી બાર એસોસિએશન દ્વારા દ્વારા કલેક્ટર જે. બી. પટેલને અપીલ કરાઈ છે. વધુમાં, રજુઆતમાં જણાવેલ છે કે બીનજરૂરી રીતે વકીલોની ગેરહાજરીને કારણે આમપ્રજાજનોએ જેલવાસ ભોગવવો પડે તે ન્યાયના હિતમાં નથી. જેથી, વકીલોને પરવાનગી આપવી અત્યંત આવશ્યક છે. જેથી, મોરબી જીલ્લાના તમામ વકીલો ને કોરોના વાયરસ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરેલ હોય, તેઓને જરૂરી કોર્ટ કામ બાબતે કોર્ટ જવા દેવા કે ઓફીસ કામ માટે ઓફીસ ખુલ્લી રાખવા દેવા હુકમ કરવા મોરબી જીલ્લા બાર એસોસિયેશનની અપીલ છે.