જવાબદાર અધિકારી કચેરીએ ગેરહાજર અને સ્ટાફ દ્વારા ગેરવર્તનનો આક્ષેપ ટંકારા : ટંકારા મામલતદાર કચેરી ઈન્ચાર્જ અધિકારીથી ચાલતી હોય અને કોરોના સંદર્ભે લોકડાઉનને પગલે પ્રજાની પરેશાની અને સમસ્યા વડી કચેરી ખાતે પહોચાડવા આગેવાનો પરેશાન થઈ રહ્યા છે તો સ્ટાફમાં પણ સંકલનનો અભાવ હોય અરજદારો સાથે ગેરવર્તન થતું હોવાની એક જનપ્રતિનિધિએ ફરિયાદ ઉઠાવી છે. જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાએ જણાવ્યું કે તેઓ આજે ગ્રામ્ય વિસ્તારમાં મળેલી છુટછાટોની પ્રજાની રજૂઆતને લઈને મામલતદાર કચેરી ખાતે સવારે 11:20 વાગ્યે પહોંચ્યા હતા. ત્યારે જવાબદાર અધિકારી હાજર ન હોય સાથે તેનો ટેલિફોનીક સંપર્ક કરતા ફોન પણ રિસીવ ન થતા સદસ્ય ગિનાયા હતા અને જો કોઈ ઈમરજન્સી આવે તો કચેરીમાં કેવી રીતે કામ થાય, સાથે હેડક્વાર્ટર ન છોડવાના આદેશનો ઉલાળીયો થતો હોય અને જરૂરીયાતમંદ લોકો જેને ધંધા રોજગારની છુટછાટો મળી છે એના નિર્ણય કેમ મોડો લેવાય છે તે સહીતની રજૂઆત કરી હતી સાથે લેખિત ફરિયાદ સાથે જવાબદાર વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે 20 તારીખે લોકડાઉન બાદ આવશયક સેવામા કૃષિ, ગેરેજ સહીતના સ્વરોજગાર માટે છુટ છાટ મળી છે પરંતુ પરીપત્ર ન થતા આવા લોકો દુવિધા અનુભવી રહ્યા છે જેની રજૂઆત કરવા સદસ્ય પહોચ્યા હતા ત્યારે નાયબ મામલતદાર પણ હાજર ન હોય જેની સદસ્યએ લેખીત રાવ કરી છે.