હડમતીયા : હડમતિયા ગામ ચારે બાજુથી ડરના માહોલથી ધ્રુજવા લાગ્યું હોય તેમ ગામમાંથી જ એક વ્યક્તિ જંગલેશ્વર ગયાની ચર્ચા અને ત્યાંથી ઘેર આવ્યાની ચર્ચાથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે ત્યારે મળતી માહિતી મુજબ સ્થાનિક આરોગ્યતંત્ર દોડતું થયું છે. આ અંગે તત્કાલ શંકાશીલ વ્યક્તિની આરોગ્યટીમે કોવિડ 19 ના લક્ષણો અને તેમની સત્ય હકિકત હિસ્ટ્રી જાણવા તંત્ર તેમના ઘેર પહોચ્યું હતું. જો કે આરોગ્યતંત્રને સત્ય હિસ્ટ્રી હજુ સુધી જાણવા મળેલ નથી. જંગલેશ્વર ગયેલ ચર્ચાસ્પદ વ્યક્તિનું એક જ રટણ કે હું ગૌરીદળ ગયો હતો. તેમનું ટેમ્પ્રેચર પણ હાલ નોર્મલ આવ્યાનું આરોગ્ય દ્વારા પૃષ્ટિ થઈ છે. હજુ બીજા લક્ષણો ન જાણાતા સ્થાનિક આરોગ્ય ટીમ વધું રિસ્ક લેવા ન માંગતી હોવાથી આ વ્યક્તિને પોતાના જ ઘેર હોમ કોરોન્ટાઈન કરીને બહાર ન નિકળવા સુચન કર્યુ હોવા છતા આ વ્યક્તિ નવા પ્લોટની બજારોમાં જઈ આટાફેરા કરીને હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતા ગામના આગેવાનોએ ટંકારા પોલિસને જાણ કરતા પોલિસની પીસીઆર વાન આવી કડક સુચના આપી ઘરના દરવાજા પર નોટીશ લગાવી ગઈ પણ જો પોલિસ વધુ તપાસ કરે અને તેના મોબાઈલ લોકેશનની કે અન્ય તપાસ કરે તો સત્ય હકિકત તેમજ હિસ્ટ્રી બહાર આવે તેમ છે. આજે જાણવા મળતી માહિતી મુજબ હોમ કોરોન્ટાઈન કરેલ એક વ્યકિતને ટંકારા સિવિલ હોસ્પિટલે ત્યાંથી રાજકોટ ખસેડેલ છે. અન્ય ત્રણ ઘરને પણ જીલ્લાફેરથી ગામમાં પ્રવેશ બદલ સ્થાનિક આરોગ્યતંત્રએ હોમ કવોરોન્ટાઈન કર્યા છે. તેમના પર પણ લોકડાઉનના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે તેમ છે.