75 વર્ષના વૃધ્ધા અને 48 વર્ષના પરપ્રાંતીય યુવાનને શંકાસ્પદ લક્ષણો જણાતા મોરબી સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવાયા મોરબી : મોરબીમાં આજે મંગળવારે બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે રાજકોટ મોકોવામાં આવ્યા છે. હવેથી મોરબી જિલ્લાના રિપોર્ટ રાજકોટની લેબમાં મોકોવામાં આવી રહ્યા છે. મોરબીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસમાં સામાંકાંઠે રહેતા 75 વર્ષના વૃધ્ધા અને જૂના ઘૂંટુ રોડ પર રહેતા 48 વર્ષના પરપ્રાંતીય યુવાનો સમાવેશ થાય છે. જેમને હાલ મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે રાજકોટ લેબમાં મોકલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/