મોરબી : લોકડાઉન દરમ્યાન મહેન્દ્રનગર ચેકપોસ્ટ ખાતે ફરજમાં રહેલા પોલીસકર્મીઓને કોઈ રાહદારીનો પડી ગયેલો મોબાઈલ મળી આવ્યો હતો. મળી આવેલા મોબાઈલ દ્વારા જ પોલીસે મોબાઈલના મૂળ માલિકને શોધી તેને સ્થળ પર બોલાવી ખાત્રી કરી મોબાઈલ પરત કરતા મોબાઇલધારકે પોલીસની કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાને બિરદાવી પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.