વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે છેલ્લા ઘણાં દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેમાં ગામમાં આવેલ ચોરા વાળી શેરીમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લોકડાઉનમાં લોકોને ઘરથી બહાર નીકળવાની પણ મનાય છે ત્યારે આ શેરીમાં રહેતા લોકોને પીવાના પાણી માટે સીમ વિસ્તારમાં જવું પડે છે. જે અંગે ગ્રામ પંચાયતને વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી નથી. જે અંગે ગામના જાગૃત નાગરિક ડાભી લાલજીભાઈ એ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરેલ છે. હાલની વિકટ પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતે પણ લોકોને જીવન જરુરિયાતની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે જાગૃત થવું ખૂબ જરૂરી છે.