મોરબી : લોકડાઉનમાં જાહેર જગ્યાએ કામ વગર એકઠા થવાની સ્પષ્ટ મનાઈ છે. છતાં અમુક લોકોની જોખમી રીતે ગોળ કુંડાળું વળીને જુગાર રમવાની કુટેવ છૂટી નથી. તેથી, એ ડિવિઝન પોલીસે જાહેરમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું હોવા છતાં અમુક લોકોની બિનજરૂરી પ્રવૃત્તિ અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની કુટેવ જ છૂટતી નથી. તેથી, મોરબીમાં લોકડાઉન દરમિયાન લોકોની બિનજરૂરી પ્રવૃતિઓ અને ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ કડક ચેકિંગ કરી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની સૂચનાના પગલે મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએસઆઇ બી ડી.પરમાર તથા ડી.સ્ટાફ લોકડાઉન સંર્દભે આજે એ ડિવિઝન વિસ્તારોમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે પીએસઆઇ બી.ડી.પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીની માધવ ગૌશાળા પાસે જાહેરમાં અમુક ઈસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમે છે. આ બાતમી મળતા એ ડિવિઝન સ્ટાફે ત્યાં રેડ કરીને જુગાર રમતા રવુભા બનુભા ઝાલા, સુરેશ ચતુર માકાસણા, કેવલ ઘનજી મોરડીયા, જીવા ગોવિદ મોરી, પરેશ મનજી રાંકજા, ધર્મેન્દ્ર કાના જારીયા, મનોજ ચુનીલાલ ઠાકરને રૂ. 59,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/