હળવદ : ઘનશ્યામગઢ ગામમાં પતિ સાથે રસોઈ બાબતે મનદુઃખ થતા પત્નીએ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. ગત તા. 15 એપ્રિલના રોજ ઘનશ્યામગઢ ગામની સીમમાં રમેશભાઈ બચુભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતા દિનેશભાઈ ભીલના પત્ની ગંગાબેન (ઉ.વ. 30, મુળ રહેવાસી ગામ સુકાપુરા, તા.નસવાડી, જી.છોટાઉદેપુર)એ રસોઈ બનાવવા બાબતે પતિ સાથે મનદુ:ખ થતા પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું તા. 19ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.