સરપંચની આગેવાની હેઠળ 'બજરંગ યુવક મંડળ' દ્વારા ફરીવાર ગામમાં સેનેટાઈઝેશન કરાયું મોરબી : મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામની ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ રંગપરીયાની આગેવાની હેઠળ 'બજરંગ યુવક મંડળ' ના સહયોગથી ગામ બે વાર સેનેટાઈઝેશન કર્યુ છે. તમામ કીટ દવા છંટકાવની પંચાયતે જ વસાવી લીધેલ છે તેમજ આજ રોજ બજરંગ યુવક મંડળના યુવાનો દ્વારા લોકડાઉનનો ભંગ ન થાય તેમ જુદા જુદા ગૃપ બનાવી સરપંચની રાહબર સુચના હેઠળ સંપુર્ણ ગામમાં ૩૫૦૦ માસ્ક ખરીદી હોમ ટુ હોમ વિતરણ કરવામા આવ્યું છે. જયારે ગામના સરપંચને આરોગ્યલક્ષી બાબતે ગ્રામપંચાયતનું આગામી કદમ શું રહેશે તેવો પ્રશ્ન કરતા પંચાયત સરપંચ પ્રવિણભાઈ રંગપરીયાએ જણાવ્યુ હતુ કે આગામી કાર્ય અમો સંપુર્ણ ગામ ગોળવાઈની ફરતે ૪૦૦ મીટર જગ્યામાં સ્વચ્છતા હાથ ધરવા ત્રણ જેસીબીની તૈયારી કરી બાવળ, કચરો, ગંદકીનો નિકાલ કરવાનો પ્લાન તેમજ ફરીથી ત્રીજીવાર પણ દવા પંચાયતમાં આવી ગઈ છે. તે ફરીથી સંપુર્ણ ગામ સેનેટાઈઝર કરીને જંપીશું. આ કાર્યમાં બજરંગ યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ સોમનાથભાઈ મુળજીભાઈ શેરસીયા તેમની ટીમને સતત માર્ગદર્શન તેમજ ઉત્સાહી રાખી રહ્યા છે.