પોલીસે રૂ. 8.39 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત વાંકાનેર : વાંકાનેરમાં લોકડાઉન વચ્ચે માવાનો ધંધો કરતા 3 લોકોને પોલીસે પકડી પાડયા છે. આ સાથે રૂ. 8.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરની પરશુરામ સોસાયટી તથા અરૂણોદય સોસાયટીના અમુક શખ્સો માવાનો ધંધો કરતા હોવાની ફરિયાદ મળતા પોલીસે તપાસ આદરીને કલ્પેશ મનહરભાઈ ચુડાસમાં, દિવ્યેશ ભરતભાઈ ચૌહાણ અને આશિષ ઇન્દુભાઈ સોઢાની ધરપકડ કરી હતી અને આખી સોપારી, ચૂનો તેમજ સોપારી કટિંગ કરવાનું મશીન મળી કુલ રૂ.8.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.