કેન્દ્રીય જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલે 6 જિલ્લાઓની કરી પ્રસંશા મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એક પણ નવો પોઝીટિવ કેસ સામે આવ્યો નથી. આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં થોડાદિવસ પૂર્વે શહેરના ઉમા ટાઉનશીપમાં રહેતા એક આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં છેલ્લા 14 દિવસ સુધી નવો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેથી આજે કેન્દ્રીય જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલે આજે આ વાતની જાહેરાત કરી છે. આ સાથે જામનગર, રાજસ્થાનના પાલી અને ડુંગરપુર સહિતના 5 જિલ્લાઓમાં પણ છેલ્લા 14 દિવસમાં નવો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તે જિલ્લાઓનો પણ ઉલ્લેખ કરાયો હતો. આમ આજે કેન્દ્રની જાહેરાતમાં મોરબી જિલ્લો ચમક્યો છે.