મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે 3 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાં 2 મોરબી સિવિલ અને એક રાજકોટ કેસ નોંધાયો છે. આ ત્રણય લોકોના રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબીમાં પોઝિટિવ કેસમાં કોઈ વધારો થયો નથી. ગઈકાલે રવિવારે લજાઈ રહેતી 18 વર્ષની યુવતી અનેં ધૂળકોટ ગામે રહેતા 30 વર્ષના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સીવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાયા હતા. જ્યારે રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલા ખેવારીયા ગામના દોઢ વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના પણ સેમ્પલ લેવાયા હતા. આ ત્રણયના રિપોર્ટ પણ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં 5 એપ્રિલે નોંધાયેલા એક પોઝિટિવ કેસ બાદ લેવાયેલા તમામ સેમ્પલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે આ સાથે મોરબી જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાની પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.