મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા અને તેમની ટીમ દ્વારા લોકડાઉન ચાલુ થયું ત્યારથી સેવાયજ્ઞ ચાલુ છે. જેમાં નિરાધાર વડીલો, વિધવા બહેનોને રાશન કિટ આપવામાં આવી હતી તેમજ વડીલોને રાસન કિટની સાથે દવા માટે જરૂરી રોકડ રકમની સહાય આપવામાં આવેલ છે. વધુમાં, નબળી પરિસ્થિતિ ધરાવતા સખી મંડળના મહિલાઓ પાસે માસ્ક બનાવડાવીને આર્થિક રીતે મદદરૂપ થવામાં આવે છે. સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે, તે છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે મોરચાની મહિલાઓ દ્વારા રાશન ડેપો પર સેવા આપવામાં આવે છે તેમજ તેઓ દ્વારા જરૂરિયાતમંદોને માસ્ક વિતરણ કરવામાં આવેલ છે. આમ, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ છે.