મોરબી : કોરોના વાયરસને લઈને બીજા તબબકા લોકડાઉનનું લોકડાઉન ચાલતું હોય રોજનું કમાઈને રળી ખાતા મજૂર વર્ગ મુશ્કેલીઓમાં મુકાય ગયો છે. તેથી, આ મજૂર વર્ગની વહારે જુદીજુદી સંસ્થાઓ અને સેવાભાવીઓ વહારે આવીને સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા હાઇસીગ બોર્ડ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના યુવાનો દ્વારા ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે સેવાયજ્ઞ ચાલવાઈ રહ્યો છે અને ભુખ્યાજનો માટે રાહતનું રસોડું ચાલવીને 500 જરૂરિયાત મંદ લોકોને ભોજન પહોંચડાયું હતું અને દરરોજ આ રીતે જરૂરિયાત મંદોને ભોજન આપીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરે છે. જે કોઈ જરૂરિયાત મંદોને ભોજનની જરૂર પડે તો આ મોબાઈલ નંબર 9537370011 ઉપર સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે.