'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલનો ખાસ માણવા જેવો સંવાદ મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે 'મોરબી અપડેટ' ખાસ શો લઈને આવ્યું છે. જેમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ વચ્ચે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ ઇન્ટ્રેક્શન યોજાશે. તો આ શોને માણવાનું ચૂકશો નહિ. કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર 'મોરબી અપડેટ' દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. શહેરીજનો માટે ખાસ 'મોરબી અપડેટ' દ્વારા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સાથે ઈન્ટ્રેક્શન ગોઠવવામાં આવ્યું છે. જે ઇન્સ્ટાગ્રામ ઉપર આવતીકાલે સોમવારે સાંજે 6 કલાકે લાઈવ નિહાળી શકાશે. આ ઈન્ટ્રેકશનમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને સંજય રાવલ વચ્ચે માણવાલાયક મહત્વપૂર્ણ સંવાદ થશે. તો આવતીકાલે 'મોરબી અપડેટ'ના ઇન્સ્ટાગ્રામ ઉપર આ લાઈવ ઇન્ટ્રેકશન નિહાળવાનું ભૂલશો નહિ. https://www.instagram.com/morbiupdate/