આજે નોંધાયેલા 3નો રિપોર્ટ કાલે આવશે મોરબી : મોરબી જિલ્લાના શનિવારે લેવાયેલા સેમ્પલના પેન્ડિંગ તમામ 6 રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લામાં શનિવારે કુલ છ લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં દાખલ લાયન્સનગરમાં રહેતી 26 વર્ષની મહિલા અને પાવરયાડી પાસે રહેતા 15 વર્ષના સગીર તથા ગતરાત્રે દાખલ થયેલા 13 માસના બાળક અને 12 વર્ષની બાળકી અને હળવદની આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી 22 વર્ષની યુવતી સહિત મોરબી દાખલ પાંચના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે ગઈકાલે રાજકોટ સારવાર માટે ગયેલા મોરબીના 98 વર્ષના વૃધ્ધાનો પણ રિપોર્ટ નેગેટિવ આવતા શનિવારે લેવાયેલા મોરબી જિલ્લાના તમામ 6 રિપોર્ટ નેગેટિવ જાહેર થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે આજે રવિવારે 3 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમના રિપોર્ટ કાલે સોમવારે આવશે.