ટંકારા : ટંકારાના સજ્જનપર નજીક આવેલા આશ્રમમાંથી મહિલાને અમદાવાદ મુકવા માટે ગયા હતા અને જીલ્લાની બહાર અવરજવર કરવા માટે આ શખ્સો દ્વારા બોગસ પાસ બનાવવામાં આવ્યો હોય તેની સામે ગુનો નોંધાતા પોલીસે એક ઉદ્યોગપતિ સહિતના ત્રણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ અને એક કાર કબજે કરવામાં આવી હતી બાદમા આજે આ શખ્સોને કોર્ટમાં રજુ કરાતા ત્રણેયને જેલ હવાલે કરવામાં આવ્યા છે ટંકારાના સજનપર ગામ પાસે આવેલ કેશર ફાર્મ ઓશો આશ્રમ ખાતે શિબીરમાં અમદાવાદના પ્રફુલ્લાબેન આવ્યા હતા તેવામા કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય મહિલા અમદાવાદ પરત જઈ શક્યા ન હતા અને થોડા દિવસો પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૯ દિવસ માટે લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે જેથી કરીને આ મહિલાને પરત અમદાવાદ મુકવા જવા માટે થઈને આ શખ્સો દ્વારા મોરબીના મામલતદારનો બોગસ પાસ બનાવવામાં આવ્યો હતો જેના આધારે આ શખ્સો અમદાવાદના મહિલાને અમદાવાદ મુકી આવ્યા હતા જેની મોરબી નાયબ મામલતદારે ટંકારામાં પોલીસ ફરિયાદ નોંધાવી હોય પોલીસે આ ગુનામાં અર્જુન સવજીભાઈ સીતાપરા (રહે, વસ્તુ હિલ એપાર્ટમેન્ટ , રવાપર રોડ, મોરબી) પ્રયાગ શાંતિલાલ આદ્રોજા (રહે, બોની પાર્ક રવાપર) અને મિહિર રમેશભાઈ રૈયાણી (રહે મોરબી)ની ધરપકડ કરી હતી અર્જુને સરકારી હુકમો મેળવીને લેપટોપમાં બોગસ પાસ બનાવી આપ્યો હતો જેના આધારે અમદાવાદની મહિલાને અમદાવાદ મુકવા માટે પ્રયાગ અને મિહિર ગયા હતા અને ત્યાંથી તે મહિલાને મૂકીને પરત આવ્યા ત્યા સુધીમાં કોઇએ તેને રોક્યા ન હતા જો કે, જે બોગસ પાસ બનાવ્યો હતો તે સોશિયલ મીડિયા મારફતે અધિકારીઓ સુધી પહોંચ્યો હતો જેના આધારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતુ આ ગુનામાં પકડવામાં આવેલા ત્રણેય આરોપીને આજે કોર્ટની સમક્ષ હાજર કરતા ત્રણેયને જેલ હવાલે કરી દેવાનો હુકમ કર્યો છે આ ગુનામાં પોલીસે લેપટોપ, ત્રણ મોબાઈલ અને એક કાર કબજે કરી મજબૂત પુરાવા એકત્ર કર્યા છે.