વાંકાનેર : સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ કોવીડ 19 જેવી મહામારી માંથી પસાર થઇ રહ્યો છે અને સમગ્ર પ્રશાસન લોકો ને આ મહામારી માંથી બહાર લાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે વાંકાનેર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા પોતાની નૈતિક ફરજના ભાગ રૂપે સતત ખડે પગે રહીને લોકોની સેવામાં હાજર એવા પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ડેપ્યુટી કલેકટર ઓફિસના સ્ટાફ ને ટ્રીપલ લેયર માસ્ક, સેનિટાઈજર તથા હાથના મોજા આપી પોતાનો ડોક્ટરી ધર્મ નિભાવ્યો હતો. આ ઉપરાંત ફરજ પર હાજર સ્ટાફને ડોક્ટરો દ્વારા પોતાની કાળજી કેમ રાખવી તથા માસ્કનો ઉપયોગ કેમ કરવો તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ડોક્ટર્ એસોસિએશને પ્રાંત અધિકારી એન.એફ. વસાવાને કહ્યું હતું કે આ સમયે અમારી કોઇ પણ પ્રકારની, ક્યાંય પણ જરૂર હોય તો કહેજો આ પ્રસંગે પ્રમુખ ડો.જી.એ. બાદી, સેક્રેટરી ડો. જહીર ચૌધરી, ડો. અશ્વિન ધરોડીયા, ડો. દેકાવડીયા , ડો અલ્તાફ શેરસીયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ એસોસિએસનનો આભાર માન્યો હતો.