બે શખ્સોએ દારૂનો નશો કર્યો હોવાથી બન્ને સામે પ્રોહીબિશનનો અલગથી ગુનો નોંધાયો ટંકારા : ટંકારાના સાવડી ગામની સીમમાં લોકડાઉન વચ્ચે કેટલાક લોકોને તાવા પાર્ટી કરવાનું ભારે પડ્યું હતું. તાવા પાર્ટીની જાણ થતાં ટંકારા પોલીસ સ્થળ ઉપર ત્રાટકી હતી. જેથી, તાવા પાર્ટી કરનારાના હોશકોશ ઉડી ગયા હતા. ટંકારા પોલીસે તાવા પાર્ટી કરનાર 15 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાંથી બે આરોપી દારૂનો નશો કર્યો હોવાથી બન્ને સામે અલગથી પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ નોંધાયો હતો. ત્યારે લોકડાઉનનો ભંગ કરીને છાનાખુણે આવા પ્રોગ્રામ કરનારા માટે ચેતવા જેવો કિસ્સો છે. બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામના હેમત કેશાભાઈ પટેલની વાડીની બાજુમાં ગામના યુવાનો તાવા પાર્ટી કરીને લોકડાઉનનો ભંગ કરતા હોવાની બાતમી બી બીટના જમાદાર એન કે રાઠોડને મળતા ટંકારા પોલીસ સ્ટાફ સાથે ત્યાં રેડ કરી હતી. જેમાં પોલીસની રેડમાં તાવા કરતા 15 જેટલા લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં હરેશ વીરજી વિરમગામ, કિશોર બીજા રાણવા, પ્રકાશ લક્ષ્મણ ગોસરા, હર્ષદ અમરશી ગોસરા, અનિલ છગન પટેલ, રોહિત અંબારામ લખતરિયા, પરાગ છગન ઢેઢી, અમિત કાંતિ ગોસરા, જગદીશ મોતી દુબરીયા, ધર્મેશ જાદવજી ભાગિયા, કિશન પરસોત્તમ દુબરીયા, મનીષ પુંજા ગોસરા, કુલદીપ હેમત મેરા, દિનેશ ઉકા સૌલંકી અને ધર્મેશ રતિલાલ રાજકોટીયા સહિત 15 વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આરોપી દિનેશ સૌલંકી અને ધર્મેશ રાજકોટીયા પિધેલી હાલતમાં હોય દારૂનો ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનને લઈને મોટાભાગના લોકો ધરની બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે ત્યારે આ યુવાનો તાવા પાર્ટી કરવી ભારે પડી હતી. તેથી, છાનાખૂણે આવા કાર્યક્રમો કરવાનું વિચારતા લોકોને આ ઘટનાથી બોધપાઠ લેવો ઘટે.