હજુ અન્ય લાભાર્થીઓ પણ રેશનથી વંચિત : તંત્ર હજુ સંસ્થા સાથે સંકલન સાધી અન્ન બ્રહ્મ યોજનાનો લાભ ખરા લાભાર્થીઓને પહોંચાડે તેવી માંગ ટંકારા : ટંકારાના ભુતકોટડા ગામે રાજસ્થાનથી પાણા તોડી કુવા ગાળવાની મજુરી માટે આવેલ પરીવાર કોરોના વાઈરસને પગલે મુશ્કેલીમા હોવા છતાં પુરવઠા તંત્ર દ્વારા તેની કોઈ દરકાર ન લિધી હોય, આ અંગેના સમાચાર મોરબી અપડેટમા પ્રકાશિત થતાની સાથે જ તંત્ર હરકતમા આવી ગયું હતું અને લાભાર્થીનુ નામ મેળવી બારોબાર સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કરી રાશન કિટ પહોંચતી કરીને કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો. તંત્રની આ કામગીરી બાદ હજી મુળ સવાલ એ છે કે આ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત મામકાવાદ થયો છે કે નહી? તદઉપરાંત જરૂરીયાતમંદ જે લોકોને આ યોજનાનો લાભ મળવો જોઈએ એ વંચિત છે તો એનુ શુ? ત્યારે તંત્ર તાકીદે કોઈ ટિમ કે સંસ્થા સાથે લાઈઝનિગં કરી યોગ્ય કરવુ જોઈએ સાથે આ 104 લાભાર્થી બાબતે ઈમાનદાર ઉચ્ચ અધિકારી તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તે પણ જરૃરી છે.