મોરબી : મોરબી તાલુકાના કેરાળા ગામના સરપંચ તેમજ ઉપસરપંચની હાજરીમાં ગામમાં સેનેટાઈજરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તથા ગ્રામજનોને આ મહામારીથી બચવા માટે જરૂરી સૂચનો આપી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી. તેમજ ભક્તિનગર ગામમાં પણ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વધુમાં, મોરબી જિલ્લાના અદેપર ગામમા પેસ્ટીસાઈજથી સેનેટાઈજ કરવામા આવ્યું હતું. તે માટે સરપંચ ઘનશ્યામભાઈ તથા ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમજ બરવાળા ગામમાં પણ ગ્રામજનો દ્વારા જાતે જાહેર રોડ-રસ્તા તથા શેરીઓમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. આમ, મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં કોરોનાથી તકેદારીના ભાગરૂપે દવાનો છઁટ્કાવ કરી સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.