મોરબીના 98 વર્ષના વૃધ્ધા અને હળવદની 22 વર્ષની યુવતીને રાજકોટ આઇસોલેશનમાં દાખલ કરી સેમ્પલ લેવાયા મોરબી : મોરબીમાં ગઈકાલના વાંકાનેર સહિત બે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે શનિવારે મોરબી સિવિલમાં બે ના સેમ્પલ લેવાયા બાદ રાજકોટ સારવારમાં રહેલા મોરબી જિલ્લાના વધુ એ લોકોના સેમ્પલ લેવાતા આજે કુલ ચાર શંકાસ્પદ નોંધાયા છે. જેમના રિપોર્ટ કાલે રવિવારે આવશે. રાજકોટ સારવાર માટે ગયેલા મોરબીના 98 વર્ષના વૃધ્ધા અને હળવદની 22 વર્ષની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા છે. જ્યારે મોરબી સિવિલમાં પણ આજે લાયન્સનગરમાં રહેતી 26 વર્ષની મહિલા અને પાવરયાડી પાસે રહેતા 15 વર્ષના સગીરને આઇસોલેશનમાં દાખલ કરી તેમના સેમ્પલ પણ લેવાતા આજે કુલ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમના રિપોર્ટ કાલે આવશે.