ગઈકાલે કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા વાંકાનેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામના યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતાં અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા હતાં જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઠીના આ યુવાન અને તેની સાથે સમઢીયાળા ગામની એક વ્યક્તિ વાંકાનેર થી ઘઉં ભરીને સુરત ગયા હતા, જ્યારે પરત ફર્યા ત્યારે કોઠીના વ્યક્તિમાં તાવ શરદી અને માથું દુખવાના લક્ષણો જણાતાં તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે સમઢીયાળાની વ્યક્તિમાં કોઈ લક્ષણ ન જણાતાં આગમચેતીના ભાગરૂપે તેમને હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે. ત્યારે આજે સાંજે કોઠી ગામના યુવાનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/