લોકડાઉનમાં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાય તેવા પરિપત્રો જાહેર કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા માંગ મોરબી : મોરબીના સ્વયમ સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને લોકડાઉનમાં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાય તેવા પરિપત્રો જાહેર કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા તેમજ સરકાર દ્વારા અપાતું રાશન ડોર ટુ ડોર પહોંચાડવા અપીલ કરતી લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર સરકાર 10-10 દિવસે 500 ગ્રામ અનાજનાં કૂપન અને 50-50 રૂપિયાનાં ચુકવણા કરી સરકાર બાળકો, વાલીઓ શાળાનાં, બેંકના અને પોલીસ કર્મીઓના જીવ જોખમમાં મુકી રહી છે. તેમજ આ પ્રકારના ચુકવણા માત્ર શાળામાં ભણતાં બાળકોને જ મળે છે તો બીજા બાળકો અને વાલીઓનું શું? તેઓ પ્રશ્ન ઉઠાવ્યો છે. વધુમાં, રજૂઆતમાં જણાવેલ છે કે સરકાર એક વિધાર્થીને 500, 700 ગ્રામ ઘવ, ચોખા માટે શિક્ષકે ઘરે ઘરે કુપન વિતરણ કરવા માટે જવુ તેમજ કુપન મળ્યા બદલની સહી વાલી પાસેથી કરાવાની, મોટા ભાગે શિક્ષક ની પેન જ વપરાય,જેના કારણે શિક્ષકને ચેપ લાગે તો શિક્ષક પોતે પણ કોરોનાનો વાહક બને છે. વળી આ કુપન લઈને વાલી રાશન વાળાની દુકાને જાય, એટલા અનાજ માટે લાઈનમાં ઉભા રહે જ્યા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાતું નથી. એક તરફ લોકડાઉન, એકબીજાથી એક મીટરનું અંતર રાખવાની સૂચના અને બીજી તરફ આવા નિર્ણયો લેનારા અધિકારીઓને વ્યવહારીક બાબતોની ખબર પડતી નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આથી, લોકડાઉનમાં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાય તેવા પરિપત્રો જાહેર કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા તેમજ રાશન ડોર ટુ ડોર પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.