મોરબી : ગઈકાલે તા. 17ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વાવડી રોડ પરથી જુદી-જુદી જગ્યાએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતા 19 વર્ષીય આરોપી આદીલભાઇ ઉર્ફે કારો અબ્દુલભાઇ શેખના રહેણાંક મકાનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલપેક બોટલ નંગ-૩ તથા વ્હીસ્કી સીલબંધ બોટલ નંગ-૧ મળી કુલ બોટલ નંગ-૪, કિ.રૂ.૧૨૦૦ ના મુદામાલ મળી આવતા આદિલભાઈની અટકાયત કરવામાં આવી હતી. તેમજ વાવડી રોડથી પંચાસર રોડ વચ્ચેના કાચા રસ્તેથી નાની વાવડીની શિવગંગા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય નરેશભાઇ કિશનભાઇ નાનવાણીને ગે.કા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલપેક બોટલ નંગ-૨, કિ.રૂ.૬૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.