સફાઈ મામલે જવાબદાર અધિકારીનો લુલો બચાવ ટંકારા : કોરોનાની આફત વચ્ચે ટંકારાના પેટા આરોગ્ય કેન્દ્રની ઉકરડાથી બદતર હાલત છે. જેમાં ચારે બાજુ ગંદકીના થર જમ્યા છે. સ્વસ્થ થવાનુ કેન્દ્ર જ અસ્વસ્થ બની ગયું હોય તેવા હાલહવાલ છે. જોકે આ કેન્દ્રમાં પટાવાળા છે જ નહી. તો સાફ કેમ કરવાનો અધિકાર નો લુલો બચાવ કર્યો છે. કોરોનાના કહેર વચ્ચે આ આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનું નામો નિશાન જ નથી. કોરોનાને પગલે આરોગ્ય વિભાગની જવાબદારી વિશેષ બની છે. દર્દીથી લઈને તંત્ર પણ ડોક્ટરોને ભગવાન ગણી રહી છે. ત્યારે ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંદકીથી ખદબદી રહ્યું છે. આરોગ્ય કેન્દ્ર ગંદકીને કારણે અસ્વસ્થ બની ગયું હોય એનો યોગ્ય ઈલાજ થવો જરૂરી છે અને કોઈ દર્દી આ કેન્દ્રમાં સારવાર લેવા આવે તો તે વધુ બીમાર ન પડે તે જોવાની જવાબદાર અધિકારીની જવાબદારી છે. પણ અધિકારી આ મામલે ઉડાવ જ જવાબ આપે છે. તેથી, દર્દીઓ વધુ બિમાર પડે તો નવાઈ નહિ રહે. પેટા કેન્દ્ર ઉપર કહેવાતા આરોગ્યના કર્મચારી અંડિગો જમાવી આરામ રૂમ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને આ આરોગ્ય કેન્દ્રને વિશ્રામ ગૃહ બનાવી દિધાની ફરીયાદો પણ ઉઠી છે સાથે જે ક્વાર્ટર તરીકે ઉપયોગ કરે છે એવા કર્મચારીને સ્વરછતાનો સંદેશ વાચી અને ગળે ઉતારી અમલવારી કરવાની જરૂર છે કારણ કે જ્યા દર્દી દવા લેવા આવતા હોય એ જગ્યા જ અસ્વસ્થત હોવા છતા જવાબદાર અધિકારીએ આંખ આડા કાન કરી મોટી બેદરકારી દાખવી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ નો સંપર્ક કરતા તેમણે એવો જવાબ આપ્યો કે પટાવાળા ન હોય અને સ્વરછતા કેવી રાખી શકાય. સાથે આ માટે અલગથી ગ્રાન્ટ પણ ન મળતી હોવાનો હાસ્યાસ્પદ અને લુલો બચાવ કર્યો હતો.