માર્કેટીંગ યાર્ડ 21 પછી ચાલુ કરવાની વિચારણા હોવાથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હળવદ : દેશભરમાં હાલ 3 જી મેં સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. જોકે 20મી પછી સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા કેટલીક આંશિક છુટછાટ આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ખાસ કરીને માર્કેટીંગ યાર્ડ 21મી પછી ચાલુ કરવાની વિચારણાં ચાલી રહી છે. આથી, હળવદ માર્કેટીંગ યાર્ડ દ્વારા આગોતરા આયોજનની તૈયારી કરવામાં આવી છે અને ખડુતોની ખેતપદેશોની ખરીદી માટે બે ટ્રોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના વાયરસનાં સંક્રમણને અટકાવવા સરકારશ્રી દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે અનાજ, કઠોળ અને તેલીબિયાંનો પુરવઠો સમયસર મળી રહે અને ખેડૂતોના ખેત પેદાશનો નિકાલ થયી શકે એ હેતુથી સરકાર એ ખેત પેદાશો માટે થોડી છૂટછાટ આપેલ છે. તે અન્વયે હાલ ગામડેથી ખરીદી કરવાની વેપારીઓને મંજૂરી આપેલ છે. તા. ૨૦.૦૪.૨૦૨૦ પછી જો પરિસ્થિતિ સારી હશે એ વિસ્તારને વધારે છૂટ મળે એવી શક્યતાઓ છે. હળવદ તાલુકાને તારીખ ૨૦.૦૪.૨૦૨૦ પછી છૂટ મળે અને માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામકાજ ચાલુ કરવાનું થાય, એના આયોજનના ભાગરુપે ખેડૂતોને મોબાઈલ પર ફોન કરી અને યાર્ડમાં માલ લાવવાનું રજીસ્ટ્રેશન કરવાની સુવિધા પુરી પડવાનું નક્કી થયેલ છે. ખેડૂતોના રજીસ્ટ્રેશન માટેના નિયમો બનાવાય છે. જેમા અત્યારે ખેડૂતની જણશીનું ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે. ક્યારે લઈને આવવુ એ તારીખ આગળની પરિસ્થિતિ જોઈને ખેડૂતના નોંધાયેલા નંબર પર ફોનથી જાણ કરવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણ અટકાવવાને લગતા જાહેરનામા અને વખતો વખત નક્કી કરવામાં આવે એ નિયમો પાળવાની શરતે જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગામડેથી યાર્ડ સુધી જો માલ લાવવાનો થાય એવા સમયે સરપંચ કે તલાટી કે અન્ય કોઈ દાખલો કે પુરાવા ખેડૂતે મેળવી સાથે રાખવાના રહેશે.હળવદ તાલુકાના ખેડુતોનું જ રજીસ્ટ્રેશન થશે. રજીસ્ટ્રરર્ડ થયેલ ખેડૂતનું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ ફરિજયાત સાથે રાખવું. એના વગર યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.એક ખેડૂત અને એક વાહન ડ્રાઈવર એમ બે જ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. નોંધાયેલા ખેડુતને તારીખ સમય અને ટોકન નંબર યાર્ડ દ્વારા ફોનથી જણાવવામાં આવશે.ટોકન નંબર લખીને રાખવો અને આપેલા સમય અને તારીખ મુજબ જ યાર્ડમાં એન્ટ્રી મળશે. માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. જોખમકારક પરિસ્થિતિમાં પણ ખેડૂતોના માલ નિકાલ માટે આ સુવિધા આપવાનો બજાર સમિતિએ નિર્ણય કર્યો છે ત્યારે જરૂર હોય એજ ખેડૂતો નોંધણી કરે એ અનિવાર્ય છે. યાર્ડમાં ખેડૂતમિત્રએ પોતાના માલ પાસે જ ઉભા રહેવાનું રહેશે. અન્ય કોઈ જગ્યાએ દેખાશે એમને યાર્ડમાંથી તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડશે. જો ભીડ થશે અને નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો હરરાજીનું કામ કાજ બંધ રાખવાની ફરજ પડશે. નોંધણીનો સમય દરરોજ સવારે 10.00 થી 1.00 સુધી રહેશે. કમિશન એજન્ટનું નામ, ખેત પેદાશનો અંદાજિત વજન, નોંધવાનો ફોન નંબર, આટલી વિગતો તૈયાર રાખી પછીજ ફોન કરવો. જેથી, સમયનો બચાવ થઈ શકે. ખેડૂત વાહનો એટલે કે ટ્રેક્ટર, નાના માલ વાહનોને જ એન્ટ્રી આપવામાં આવશે. માલ ભરેલા ટ્રક કે મોટા લોડિંગ વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં અને ખેડૂતો મોઢાને માસ્ક કે રૂમાલથી ફરજીયાત ઢાંકવાનું રહેશે એવી ખાસ સૂચના આપવામાં આવી છે. નોંધણી માટેના નંબર. 75674 69249, 78745 42057 નોંધ : ફોન બંધ આવે તો નોંધણી બંધ કરેલ છે એમ સમજવાનું રહેશે અને 10.00 થી 1.00 માં જ ફોન કરી નોંધણી કરવા જણાવવામાં આવે છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/