હાલ મોરબી જિલ્લામાં ખેડૂતોની ખેત પેદાશોની ખરીદી માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાઈ : ખેડૂતોની નોંધણી કર્યા બાદ તબક્કાવાર ખેડૂતોને ખરીદી માટે બોલાવાશે મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનના કારણે ત્રણેય માર્કેટ યાર્ડ બંધ છે.ત્યારે સરકારે માર્કેટ યાર્ડ ચાલુ કરવાની સૂચના આપતા આગામી 21 તારીખથી યાર્ડ શરૂ કરવાની કામગીરી આરંભાઈ છે. આથી મોરબી જિલ્લામાં આ માટે તંત્ર દ્વારા હાલ ખેડૂતોને ખેત પેદાશોની ખરીદી કરવા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઇ છે અને ખેડૂતોની ખરીદી નોંધણી થઈ ગયા બાદ સ્ટેપ બાય સ્ટેપ ખેડૂતોને જણસીની ખરીદી માટે બોલાવવામાં આવશે. આ અંગે મોરબી જિલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોના ખેતપદેશોની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં સામાજિક અંતર જળવાઈ અને લોકડાઉનનું યોગ્ય રીતે પાલન થાય તે માટે જણસીની ખરીદીમાં ભીડ ન થાય તે માટે નોંધાયેલા ખેડૂતોને સીમિત સંખ્યામાં તેમની જણસીની ખરીદી અર્થે માર્કેટિંગ યાર્ડ શરૂ કર્યા બાદ બોલાવવામાં આવશે. માત્ર 30 કે 40 ખેડૂતોને બોલાવી એમના વચ્ચે પણ અંતર જાળવવાની વ્યવસ્થા કરાશે. આ રીતે હાલ આયોજન ચાલી રહ્યું છે અને 21 મી પછી મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડ ચાલુ કરવાની ગણતરી છે. જોકે હાલમાં ખેડૂતોને તેમના ખેતરેથી જણસીઓની ખરીદી શરૂ કરી દીધી છે. વેપારીઓ ખેડૂતોના સંપર્કમાં હોય અને બન્ને વચ્ચે ભાવ નક્કી થયા બાદ ખરીદી થાય છે. જે ખેડૂતોને વેપારીઓને સીધો માલ વેચવો હોય તે એમના ગામથી જ વેચી શકે છે આ માટે વેપારીઓને પાસની વ્યવસ્થા ગોઠવી દીધી છે. ઉપરાંત વેપારીઓ સાથે માલ ઉપડવા જતા નિયત સંખ્યામાં મજૂરોને પણ પાસ આપી દેવાયા છે. જેમાં મજૂરો માટે માસ્ક અને સેનિટાઈઝર અને સામાજિક અંતર રાખવા સહિતની વેપારીઓની સાથે માર્કેટીંગ યાર્ડ પણ જવાબદારી ઉઠાવી છે. શરતોને આધીન આ મજૂરી અપાઈ છે. જો કોઈ ઇશ્યુ થશે તો ખરીદી અટકાવી દેવાશે. જ્યારે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લી હરરાજી 21 મી પછી શરૂ કરવાની વિચારણા છે. ખેડુતોને ઓનલાઈન નોંધણી માટે જે તે માર્કેટ યાર્ડ જાહેર કરેલા નંબર કે ગ્રુપમાં સંપર્ક કરવો, હળવદમાં આ માટે એપ બનાવી છે.એકંદરે ખેડૂતોને એમનો માલ માર્કેટ યાર્ડમાં વેચવો હોય તો ઓનલાઇન નોંધણી કરવી અને વેપારીઓને ગામડે માલ વેચવો હોય તો પણ વેચી શકે છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/