મેડિકલ, બેંક, કરિયાણા સહિતના ખોટા બહાને નીકળેલા લોકો ઓટોમેટિક પાછા ફરી જાય તેવી પોલીસે કાર્યવાહી કરી મોરબી : લોકડાઉનનો બીજો તબબકો ચાલી રહ્યો હોવા છતાં મોરબીમાં લોકો બિનજરૂરી કામે ઘરની બહાર નીકળીને લોકડાઉનનો ભંગ કરતા હોવાનું સામે આવતા પોલીસ તંત્ર પણ વધુ એલર્ટ બની ગયું હતું. જેમાં આજે બી ડિવિઝન પોલીસે નટરાજ ફાટક પાસે સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં બેંક, મેડિકલ, શાકભાજી સહિતના કામના બહાને લોકો નીકળેલા હોવાનું ધ્યાને આવતા પોલીસે પણ આવા લોકો આપોઆપ ઘરે પાછા ફરી જાય તેવી કાર્યવાહી કરી હતી. મોરબીમાં આજે નટરાજ ફાટક પાસે બી ડિવિઝન પીઆઇ ગઢવી સહિતના સ્ટાફે કડક ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે અહીં લોકોની આજે સવારથી જ અવરજવર વધી ગઈ હતી. આથી બી ડિવિઝન પોલીસે ચેકિંગ કરીને જે લોકો જરૂરી કામ માટે નીકળ્યા હોય તેવા લોકોની ખરાઈ કરીને તેમને જવા દીધા હતા. જ્યારે અમુક લોકો ખોટા બહાના કરીને બિનજરૂરી કામ માટે નીકળ્યા હોવાનું માલુમ પડતા આવા લોકોને અટકાવી દીધા હતા અને આવા લોકોને ઘરમપુર રોડથી જવા માટે સૂચના આપી હતી. આથી, આવા લોકો ઘરમપુર રોડ ઉપરથી જાય તો તેમને ફરી ફરીને જવું પડે અને છેક નવલખી બાયપાસ થઈને આવવું પડે અને એમાં ઘણી મુશ્કેલીઓ થાય. આવા લોકો શાનમાં સમજી જાય અને આપમેળે ઘરે પાછા વળી જાય તે માટે પોલીસે આવી કાર્યવાહી કરી હતી. ઉપરાંત સામાકાંઠે પોસ્ટ ઓફીસ સામેની ફાટક પણ બંધ કરી દેવાય હતી. બિનજરૂરી કામે લોકો નીકળતા હોવાથી આ ફાટક બંધ કરી દેવામાં આવી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/