ટંકારના મામલતદાર પંડયા નિવૃત્ત થતા વાકાનેર મામલતદાર આર. આર. પાદરીયાને ચાર્જ સોપાયો ટંકારા : ટંકારા મામલતદાર કચેરીમા મુખ્ય અધિકારી મામલતદાર ઈન્ચાર્જથી જ કામ ચાલી રહ્યું છે. કોરોના મહામારી સામેના જંગ વચ્ચે જે ટંકારા મામલતદાર કચેરી ઇન્ચાર્જથી ચાલતી હોવાથી અનેક કામગીરી ખોરંભે ચડી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. દરમિયાન ટંકારા એઝયુકિટીવ મેજીસ્ટ્રેટ પંડયાની માર્ચ એન્ડિગમા વય મર્યાદા પુરી થતા નિવૃત્ત થવાથી વાકાનેરના આર. આર. પાદરીયાને તેમનો ચાર્જ સોપ્યો હોય, હેડક્વાર્ટર વાકાનેરને કારણે ટંકારા ઈન્ચાર્જથી કામ ચાલી રહ્યું છે. ટંકારાની મામલતદાર કચેરી કોરોનાની આફત વચ્ચે ઇન્ચાર્જ અધિકારીથી ચાલતી હોવાની સમસ્યા વચ્ચે પણ અન્ય સ્ટાફની કામમા હાજરીને લઈને પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. તેમજ કોરોના કંટોલ રૂમની કામગીરીનો કકડાટ પણ કચેરીમા ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત સ્વેચ્છીક સંસ્થા જે ટંકારાના 500 થી વધારે જરૂરીયાતમંદ લોકોને જમાડતી એ પણ સંકલનના અભાવે રસોડુ પણ બંધ થઈ જતા જરૂરિયાતમંદો મુશ્કેલી મુકાયા છે. બીજી બાજુ સવાલ એ ઉભો થયો છે શુ આ અંગે કચેરીએ કોઈ નોધ લીધી છે કે નહીં? જે સંસ્થા ગરીબોને જમાડતી હતી. તેની હાલ પરિસ્થિતિ શુ છે એનો ખ્યાલ તંત્રને છે કે નહીં તે અંગે પણ ગંભીર સવાલ ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ સરકારી વિભાગો વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે તાલુકા કક્ષાના મુખ્ય અધિકારી મામલતદાર ઈન્ચાર્જ હોવાથી કામગીરીનુ ભારણ વધી રહ્યું છે. સાથે મામલતદારની ગેર હાજરી વચ્ચે સ્ટાફ કામ ચલાવી રહ્યા છે ત્યારે એમની ઉપર પણ ઉપરી અધિકારી ન હોવાથી પરિપત્રોની અમલવારી, સંકલન અને જરૂરી માહીતી બાબતે અગવડ પડી રહી છે. તદ્ઉપરાંત સ્ટાફની કામગીરીનુ મુલ્યાંકન મામલતદાર વગર કેમ થાય તે ગંભીર પ્રશ્ન છે.